મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ


SHARE







માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અને મોરબી માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજા ૨૩ વર્ષની વયે કાર અકસ્માતનો ભોગ બનેલા છે. તેમની સ્મૃતિમાં માનવતાના અનેક કાર્યો જેવા કે રક્તદાન કેમ્પ, જુદા - જુદા નિષ્ણાંત ડૉક્ટરોના મેડિકલ કેમ્પ, મંદબુધ્ધિના બાળકોને તેમજ વૃદ્ધાશ્રમોમાં જરૂરી સહાય, રમત ગમ્મત ક્ષેત્રે ક્રિકેટ અને બેડમિન્ટનની ટુર્નામેન્ટ વિગેરે કાર્યો થકી ડૉ. પ્રશાંતની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવા પ્રયાસ તેમના લઘુબંધુ સન્ની બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમાં એક વધુ સીમાચિન્હ રૂપી કાર્ય તેમના વતન માળીયા (મીં) તાલુકાના ચમનપર ગામે ગામનો જાજરમાન પ્રવેશદ્વાર ડૉ. પ્રશાંતની સ્મૃતિમાં નિર્માણ કરવામાં આવ્યો છે. આ ડૉ. પ્રશાંત બ્રિજેશ મેરજા પ્રવેશદ્વાર ચમનપરનો લોકાર્પણ કાર્યક્રમ તદ્દન સાદગીપૂર્ણ રીતે ગામના ડિસેબલ (મંદબુદ્ધિ) યુવાન એવા ગામના સપૂત હકો (નરેન્દ્ર) ના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. પ્રશાંત બાળપણમાં તેમના પિતૃભૂમિ ગામ એવા ચમનપર ખાતે અભ્યાસના વેકેશન દરમિયાન અને પ્રસંગોપાત ચમનપર સાથેનો આત્મીય લગાવ ધારાવતો હતો. આમ, ચમનપરના ગોંદરે તેમના બચપણની સ્મૃતિઓને ચમનપર ગામના પ્રવેશદ્વાર સાથે જોડીને મેરજા પરિવારે અને ગ્રામજનોએ ડૉ. પ્રશાંત મેરજાનું એક આગવું યાદગાર સંભારણું ગેટ બનાવીને નિર્માણ કરી અન્યને પ્રેરણા આપી છે. આ સાદગીભર્યા લોકાર્પણ પ્રસંગમાં સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને મેરજા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.






Latest News