મોરબી-વાંકાનેરમાંથી ત્રણ બોટલ દારૂ સાથે બે પકડાયા
SHARE









મોરબી-વાંકાનેરમાંથી ત્રણ બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબી અને વાંકાનેરમાં પોલીસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ત્રણ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા હતા જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેની પાસે દારૂની આ બોટલો કયાથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
મોરબીમાં લાતી પ્લોટ ૨-૩ ના નાકા પાસેથી યુવાન પસાર થતો હતો જેને રોકીને પોલીસે તેની પાસે રહેલ થેલાને ચેક કર્યો હતો ત્યારે તે થેલામાથી ભારતીય બનાવટની દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૬૦૦ રૂપિયાના દારૂ સાથે વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગર શેરી નં.૩ માં રહેતા પ્રવીણભાઇ પ્રાગજીભાઇ મારૂ જાતે લુહાર (ઉ.૫૯) ની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો કયાથી આવી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી છે આવી જ રીતે વાંકાનેર નેશનલ હાઈવે અમરસિંહજી હાઈસ્કુલ પાસે પુલ ઉપરથી યુવાન પસાર થતો હતો તેને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી હતી જેથી ૩૦૦ રૂપિયાના દારૂ સાથે પોલીસે વાંકાનેરના જોધપર ગામે રહેતા સતીષભાઈ મનસુખભાઈ ચાવડા (૨૨)ની ધરપકડ કરેલ છે
