મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા


SHARE







મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાને તેના પતિ દ્વારા ગાળો આપીને માર મારવામાં આવ્યો હતો.ત્યારે વચ્ચે પડેલી દિકરીને પણ અપશબ્દો કહીને લાકડાની પટ્ટી વડે દિકરીને માથામાં માર મારવામાં આવતા તેણીને માથામાં ચાર ટાંક આવ્યા હતા. જેથી સારવાર લીધા બાદ ભોગ બનેલી યુવતીની માતાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગીતાબેન અરવિંદભાઈ સાવરીયા (૪૫) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ અરવિંદભાઈ જેરામભાઈ સાવરીયા રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓને જણાવ્યૂ છે કે, તેમના પતિ દ્વારા તેઓની સાથે ઝગડો તેમજ ગાળાગાળી કરીને ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો તે સમયે તેમની મોટી દિકરી ઉર્વશીબેન અરવિંદભાઇ સાવરીયા (૧૭) માતાને છોડાવના વચ્ચે પડતા પોતાની સગી દિકરીને ગાળો આપવામાં આવી હતી તેમજ ઢીકાપાટુનો માર માર મારીને લાકડાની પટ્ટી વડે ઉર્વશીને માથામાં માર મારતા તેને સિવિલે સારવાર માટે લઇ જવાતા ત્યાં ઉર્વીશીને માથામાં ચાર ટાંકા આવવા જેવી ગંભીર ઇજા થઈ હતી.હાલ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ પતિ સામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત સર્જનાર ઇકો ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કાંતિભાઈ રતાભાઇ બારૈયા (૪૯)એ હાલમાં ઈકો ગાડી નંબર જીજે ૩૬ એએલ ૧૦૩૬ ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓના પત્ની લાભુબેન મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ શાકમાર્કેટ ખાતે શાક બકાલું લેવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે ઈકો ગાડીના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ફરિયાદીના પત્નીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ઈકો ગાડીનો ચાલક સ્થળ ઉપર વાહન મુકીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News