ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન


SHARE











મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન

મોરબીના જેતપરથી દેવડીયા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં હિટાચી મશીન પાસે નંબર પ્લેટ વગરની ઠાઠા વાળી બોલેરો ગાડી લઈને અજાણ્યા પાંચ થી છ શખ્સો આવ્યા હતા અને ત્યાં હિટાચી મશીનમાં હાજર રહેલા ડ્રાઇવરને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ મશીનમાં ધોકા મારીને અને પેટ્રોલ છાંટીને સળગાવી દઈને 14 લાખ રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી હાલમાં યુવાને અજાણ્યા પાંચથી છ શકશોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના અવની રોડ ઉપર આવેલ ઉમાપાર્ક સોસાયટી ગુંજન હોમ ફ્લેટ નંબર 102 માં રહેતા મહેશભાઈ દામજીભાઈ પરેચા (47) એ અજાણ્યા પાંચ થી છ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે જેતપર થી દેવડીયા તરફ જવાના રસ્તે હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં લાખાપર ની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં તેઓનું હિટાચી મશીન ડ્રાઇવર સલામુદ્દીન જાનમહમદ લઈને ગયો હતો દરમિયાન નંબર પ્લેટ વગરની ઠાંઠા વાળી બોલેરો ગાડીમાં અજાણ્યા પાંચથી છ શખ્સો તે હિટાચી મશીન પાસે આવ્યા હતા અને ફરિયાદીના હિટાચી મશીનના ડ્રાઇવરને ગાળો આપી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે હિટાચી મશીનમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાર પછી પેટ્રોલ છાંટીને હિટાચી મશીનમાં કાંડી ચાપી દેવામાં આવી હતી જેથી કરીને મશીનમાં 14 લાખ રૂપિયા નું નુકસાન થયું છે આમ હિટાચી મશીનમાં નુકસાની ની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા પાંચ થી છ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર બાબતે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ ખાનગી વીજ કંપનીના માણસો દ્વારા ખેડૂતોના ખેતરોની અંદર ખાડા કરવા માટે હિટાચી મશીન જેસીબી મશીન જેવા મશીનરી નો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે તેવા સમયે જેતપર ગામ પાસે હિટાચી મશીન સળગાવી દેવામાં આવ્યું હોય આ ઘટનાની સમગ્ર પંથકમાં જોરસોરથી ચર્ચાઓ થવા લાગી હતી જોકે ખરેખર હિટાચી મશીન કયા કારણોસર સળગાવવામાં આવ્યું છે તે તો હવે આરોપી પકડે ત્યારે જ બહાર આવશે






Latest News