હળવદના ચાડધ્રા ગામના આધેડે હાથ ઉછીના આપેલા ૫૦ હજાર પરત માંગતા રાયસંગપૂરના શખ્સે છરીનો ઘા ઝીકયો
SHARE









હળવદના ચાડધ્રા ગામના આધેડે હાથ ઉછીના આપેલા ૫૦ હજાર પરત માંગતા રાયસંગપૂરના શખ્સે છરીનો ઘા ઝીકયો
હળવદ તાલુકાના રાયસંગપૂર ગામે રહેતા શખ્સને ચાડધ્રા ગામના આધેડે હાથ ઉછીનાના રૂપિયા આપેલ હતા જે રૂપિયા પરત માંગતા ઉશ્કેરાય ગયેલા શખ્સે આધેડને ગાળો આપી હતી અને સેના પૈસા આપવાના તેવું કહીને તેની સાથે માથાકૂટ કર્યા બાદ ડાબા પગ પર છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવારમાં લઈ જાણવા આવ્યા હતા અને હાલમાં તેઓએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરિસંગભાઈ ગઢવી (ઉંમર ૫૨)એ હાલમાં સંજયભાઈ કાંતિભાઈ કોળી રહે. રાયસંગપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ સંજય કોળીને હાથ ઉછીના ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા જે પૈસા લેવા માટે તેઓ તેની વાડીએ ગયા હતા અને પૈસા પરત માગ્યા હતા જેથી સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ગાળો આપીને સેના પૈસા આપવાના એવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરી વડે દોલતભાઈ ગઢવી ઉપર હુમલો કર્યો હતો અને તેને ડાબા પગમાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને ઇજા પામેલા દોલતભાઈને તેના દીકરાએ ત્યાંથી આવીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા અને ત્યારબાદ દોલતભાઈ ગઢવીએ સંજય કોળીની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
