મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ


SHARE











મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ

મોરબી મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૨૬-૨૭ ના નાણાકીય વર્ષમાં ઓનલાઈન ટેકસ ભરપાઈ પર ચાલુ વર્ષના મિલકતવેરા પર વધુ ર % રીબેટ મેળવવા માટે 10 દિવસ બાકી છે જેથી કરીને ટેક્સ ભરવાનો બાકી હોય તેવા આસામીઓને ટેક્સ ભરીને રિબેટ યોજનાનો લાભ લેવા માટે અધિકારી અપીલ કરેલ છે.

મોરબી મહાનગરપાલિકાના અધિકારી શહેરના મિલકતધારકોને જણાવ્યુ છે કે, ૨૦૨૬-૨૭ ના નાણાકીય વર્ષ માટે ઓનલાઈન રીબેટ યોજના અમલ મુકવામાં આવેલ છે. જેમાં મિલકતધારકની બાકી રકમ તાત્કાલિક ઓફિસમાં આવી ભરીએથી ચાલુ વર્ષના મિલકતવેરા પર 10 % તથા વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓનલાઈન ટેકસ ભર્યેથી 12 % રીબેટ આપવામાં આવશે. આ વળતર યોજનાનો લાભ 11494 મિલકત ધારકોએ લીધેલ છે ઓનલાઈન ટેકસ ભરપાઈ પર વધુ 2 % રીબેટ મેળવવા માટે 10 દિવસ બાકી છે આ વળતર યોજનાનો વધુમાં વધુ મિલકતધારક લાભ મેળવે અને પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો E C સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારા કુલ 11 (અગીયાર) વોર્ડ ઓફીસમાં  સ્વીકારવામા આવશે તેમ મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ ભોગવટેદારને જાણ કરવામાં આવી છે.






Latest News