મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!


SHARE







મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રોડની સાફ-સફાઈ કરવા માટે તેને મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી અને તે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવાનના ઘરની અંદર ઘૂસીને યુવાનને તેમજ તેના પિતા અને ભાઈને માર મારવામાં આવ્યો હતો અને યુવાન પાસેથી રોકડા 17,000 રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવ્યા હતા. જે બનાવમાં ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં ત્રિમંદિરની બાજુમાં રહેતા સતિષભાઈ ગૌતમભાઈ સારેસા (25)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રેમજીભાઈ પરમાર, પ્રેમજીભાઈનો દીકરો, દિનેશભાઈ પરમાર તથા દિનેશભાઈના મોટાભાઈનો દીકરો પકો રહે. બધા માળીયા વનાળીયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ભડીયાદ રોડ ઉપર આવેલ વિન્ટેજ કારખાનાની બાજુમાં રહેતા ફરીયાદીના મામાએ માળિયા વનાળીયા સોસાયટીમાં રોડ સાફ સફાઈ કરાવવા માટે થઈને મહાપાલિકામાં અરજી કરી હતી જે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ તે બાબતનો ખાર રાખીને ફરિયાદીના ઘરે જઈને ત્યાં ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સાહેદ ભરતભાઈને લોખંડનો પાઇપ માથાના ભાગે મારીને ઈજા કરી હતી તેમજ ફરિયાદી અને તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપવામાં આવી હતી તેમજ ફરિયાદીના શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 17,000 બળજબરીથી કાઢી લીધા હતા જેથી આ બનાવમાં ઇજા પામેલા યુવાન અને તેના ભાઈ તેમજ પિતાએ સારવાર માટે ખસેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઅને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News