મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર


SHARE









મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર

મોરબીના લાલપર ગામ નજીકથી વૃદ્ધ સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેના સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને કમર અને ગોળામાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મોહનભાઈ અજાભાઈ મકવાણા (65)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 27 વી 3779 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઓમકાર પેટ્રોલ પંપ સામેની કટ પાસેથી પોતાનું સ્કૂટર નંબર જીજે 36 એએન 1537 લઈને લાલપર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદી રોડ ઉપર નીચે પટકાતા તેને કમર તથા ગોળામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને શરીરે પણ ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સલીમઅહેમદ રફીકઅહેમદ (49) રહે હાલ નેપ્ચ્યુન ટ્રાન્સપોર્ટ ગાંધીધામ મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદના માલણીયાદ ગામે હસમુખભાઈ ની વાડીએ રહેતા લાલાભાઇ ઉદાભાઇ નાયક (45) નામનો યુવાન કોઈ કારણોસર ખળ બાળવાની દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News