મોરબી એવન્યુ પાર્કમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં ૬.૨૫ લાખનું દાન આવ્યું
મોરબીમાં હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના વ્યાખ્યાનનો કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સંપન્ન
SHARE









મોરબીમાં હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના વ્યાખ્યાનનો કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સંપન્ન
મોરબીમાં સીમા જાગરણ મંચ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય રામ માધવજીના પુસ્તક હિંદુત્વ પેરેડાઈમ અંગે શહેરના ટાઉનહોલ ખાતે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી BAPS મંદિરના હરિસ્મરણ સ્વામી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતિભાઈ ભાડેસીઆ તથા ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલ તથા સિમ્પોલો ગૃપના જીતુભાઈ પટેલ સહિતના આગેવાનો અને ઉદ્યોગકારો ઉપસ્થિતિ રહ્યા હતા આ અવસરે યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલા વિસ્મય ત્રિવેદી તથા મયુર વાઘેલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક રાજેશભાઇ એરણીયા સહ સંયોજક ડો જયેશભાઈ પનારા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હિરેનભાઈ વિડજા, દિલિપભાઈ પરમાર, મનુભાઈ કૈલા, હરેશભાઈ બોપલિયા, બ્રિજેશભાઈ કાલરીયા, અશ્વિનભાઈ રાઠોડ, ડો ઉત્સવભાઈ દવે, ધૃમીલભાઈ આડેસરા, મેહુલ ગાંભવા, બિપીન પટેલ, પંકજભાઈ ફેફર, વિશાલભાઈ બરાસરા, પરેશભાઈ મિયાત્રા, ચિરાગભાઈ હોથી, હિંમતભાઈ મારવણીયા, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, નિલેશભાઈ પારેજીયા, હિરેનભાઈ ધોરીયાણી, સંદિપભાઈ લોરીયા, રાજેશભાઇ બદ્રકિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું
