મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ધરમનગરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE









મોરબીના ધરમનગરમાં બીજા માળ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં ભાઈના ઘરે આવેલા વૃદ્ધને માનસિક બીમારી હતી અને તે બીજા માળ ઉપરથી નીચે પટકાતાં તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી વૃદ્ધને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ અમૃતલાલ સિંધવ (60) ને છેલ્લા ત્રણ ચાર મહિનાથી માનસિક બીમારી હોય તેવો ગઈકાલે સવારે 9:00 વાગ્યાના અરસામાં તેમના ભાઈ હિતેશભાઈના ઘરે હતા અને ત્યારે બીજા માળે છત ઉપરથી નીચે પટકાવાના કારણે તેમને ગંભીર ઇજા થઈ હતી જેથી પહેલા સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

12 બોટલ દારૂ

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક તાલુકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 12 બોટલ સાથે કિશોરભાઈ બચુભાઈ બાળોદરા કોળી (37) રહે. દિવ્યા પાર્ક હળવદ મૂળ રહે.જોગડ વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1080 ની કિંમતના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી




Latest News