મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નશો કરતા પતિને પત્નીએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું


SHARE











 

વાંકાનેરમાં નશો કરતા પતિને પત્નીએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું

વાંકાનેરના ઉપલાપરા આરોગ્યનગરમાં રહેતા આધેડને નશો કરવાની ટેવ હોય તે બાબતે પત્નીએ ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર આરોગ્યનગરમાં રહેતા જીતુભાઇ જીવણભાઇ વીરાણી (ઉ.૩૬)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને જણા કરી હતી કે તેના માસા હિરાભાઇ છનાભાઇ સીતાપરા (ઉ.૫૫) રહે. ઉપલાપરા આરોગ્યનગર વાંકાનેર વાળાએ પોતાના ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને આગળની તપાસ હેડ કોન્સટેબલ એચ.સી. બોરાણાને સોપવામાં આવી હતી જેથી કરીને તપાસનીસ અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, હિરાભાઇ છનાભાઇ સીતાપરાના દીકરના લગ્ન થોડા સમય પહેલા જ કરાવવામાં આવ્યા હતા અને તેઓને નશો કરવાની ટેવ હતી જેથી કરીને નશો ન કરવા માટે તેઓના પત્નીએ તેને ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા તેઓએ અંતિમ પગલું ભરી લીધું છે
હાર્ટ એટેકથી મોત
હળવદ તાલુકાનાં ચંદ્રગઢ(લીલાપુર) ગામે રહેતા ઠાકરશીભાઇ લક્ષ્મણભાઇ લકુમ જાતે દલવાડી (ઉ.૩૭) વાળા કોઇપણ કારણોસર મરણગયેલ હતા જેથી તેને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજયું છે
મારમારીમાં ઇજા
મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સિમ્પેક્ષ સિરામિક નામના કારખાનાની અંદર મજૂરીકામ કરતા અને ત્યાં રહેતા ભીમ જયલાલ ગૌતમ નામના વ્યક્તિને મારામારીમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર લઇ આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે તો મારામારીના બીજા બનાવમાં રામજીભાઈ જીવાભાઈ ડાંગર ઉંમર વર્ષ ૨૩ રહે. જંગી કચ્છ વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે






Latest News