મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે
મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક
SHARE
મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક
મોરબીના રાજેશભાઈ અમરશીભાઈ પોમેલા એ ધીરેન્દ્રભાઈ પી. રૂપારેલીયાને હાથ ઉછીની રકમ આપી હતી.તેમની સામે મેળવેલ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા પરત ફર્યો હોવાથી આરોપી ધીરેન્દ્રભાઈ પી.રૂપારેલીયા સામે ફોજદારી કેશ નંબર ૩૯૦૪/૨૦૧૬ થી ફરીયાદ દાખલ કરી હતી અને આ ફરીયાદના કામે આરોપીના વકીલ તરીકે નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકએ કોર્ટ સમક્ષ એવો બચાવ કરેલ હતો કે આરોપીએ ફરીયાદી પાસેથી કોઈ જ હાથ ઉછીની રકમ લીધેલ નથી કે આરોપીએ ફરીયાદીને કોઈ જ ચેક લખી આપેલ નથી.
પરંતુ આરોપીએ તેમના જ ભળતા નામ વાળી વ્યકિત ધર્મેન્દ્રભાઈ પાસેથી મેળવેલ લોન સામે સીકયોરીટી પેટે કોરા ચેકો આપેલા અને આરોપી ધીરેન્દ્રભાઈ પી. રૂપારેલીયાએ ધમેન્દ્રભાઈને લોનની રકમ ચુકતે વસુલ આપ્યા બાદ આ સીકયોરીટી પેટે આપેલ કોરા ચેકો ધર્મેન્દ્રભાઈએ અમોને પરત આપેલ નહીં પરંતુ ધર્મેન્દ્રભાઈને ફરીયાદીને રકમ આપવાની હતી તે રકમ માટે આરોપીએ તેમને સીકયોરીટી પેટે આપેલા કોરા ચેકનો દુર ઉપયોગ કરી ધર્મેન્દ્રભાઈએ તે પૈકીના બે ચેકો ફરીયાદીને આપેલ અને ફરીયાદી આ હકીકત જાણતા હોવા છતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન અંગેની ખોટી ફરીયાદ દાખલ કરેલ છે.
જેમા આરોપી તરફથી આરોપી પોતે ધીરેન્દ્રભાઈ તથા ધર્મેન્દ્રભાઈ, મનજીભાઈ તથા કમલેશભાઈ વચ્ચે થયેલો સમજુતી કરારનું લખાણની ખરી નકલ કોર્ટના કામે બચાવમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીના વકીલ નિકુંજભાઈ કોટકે રજુ કરેલ દલીલ તથા પુરાવાને ધ્યાને લઈ ફરીયાદ વાળો વ્યવહાર ફરીયાદી તથા આરોપી વચ્ચે થયેલ હોઈ તેવુ ફરીયાદી સાબીત કરી શકતા ન હોય કે ફરીયાદીએ આરોપીને કોઈ હાથ ઉછીની રકમ આપી હોય તેવુ ફરીયાદી પુરાવામાં પુરવાર કરી શકય ન હતા. તેથી ફરીયાદી કાયદા મુજબ આરોપી પાસે પોતાનુ કાયદેસરનું લેણુ સાબીત ન કરી શકતા આરોપીએ રજુ કરેલ સમજુતી કરારમાં પણ આ ફરીયાદની પતાવટ કરવાનો ઉલ્લેખ હોવાથી ફરીયાદ વાળો ચેક આરોપી ધીરેન્દ્રભાઈએ ધર્મેન્દ્રભાઈ હરજીભાઈ મકવાણાને આપેલ હતો અને તેનો ધર્મેન્દ્રભાઈએ દુર ઉપયોગ કરી ફરીયાદીને આપેલ છે.
જેથી ફરીયાદીએ ફરીયાદ વાળો ચેક આરોપી પાસેથી નહીં પરંતુ ધર્મેન્ભાઈ પાસેથી મેળવી હાલની આ ખોટી ફરીયાદ ખાટો કેશ કરેલ હોવાનું પુરવાર થયું હતુ જેથી ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ જજ પ્રશાંતભાઈ પરમાનંદભાઈ શાહ (પી.પી.શાહ) સાહેબે આરોપીને કી.પ્રો.કો.કલમ-૨૫૫(૧) ની જોગવાઈના આધારે નીગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોશ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક તથા વકિલ હિરેનભાઈ ગોસ્વામી, હાર્દિકભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.