મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો


SHARE









ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા મંજૂર કરાયેલી ૨૭૦ નારી અદાલતોના કાર્ય, હેતુ, કાર્યપદ્ધતિ અને મહિલાઓને કાયદાકીય હક્કોની વિસ્તૃત જાણકારી આપવાના ઉદ્દેશ્ય સાથે મોરબી જિલ્લા પંચાયત સંચાલિત ટંકારા આઈ.સી.ડી.એસ. (ICDS) ઘટક દ્વારા કલ્યાણપર ગામ ખાતે ‘નારી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ગુજરાત રાજ્ય મહિલા આયોગ (ગાંધીનગર) ના ઉપસચિવ શ્રીમતી ધ્વનિબેન પંડ્યા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી, બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ, નારી અદાલત, પોલીસ પ્રશાસન, તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી, સમાજ સુરક્ષા વિભાગ અને એસ.બી.આઈ. (SBI) બેંકના અધિકારીઓ અને પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ અધિકારો વિશે સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંમેલનમાં સ્થાનિક મહિલાઓ, આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ઉપપ્રમુખ શ્રીમતી ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, ટંકારા આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ. શ્રીમતી તેજલબેન દેકાવાડિયા, ઘટક કચેરીના સ્ટાફ અને જિલ્લા પી.એસ.ઈ. (PSE) કોર્ડીનેટર રમેશભાઈ ધોરિયાની સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News