મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ
Morbi Today

મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો


SHARE









મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો

મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગો સામે વહેલી તકે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા એક વિશેષ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી ભાવનાબેન ચારોલાન માર્ગદર્શન હેઠળ સ્થાનિક ‘શાશ્વત હોસ્પિટલ’ ખાતે આ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ આંગણવાડીના હેલ્પર બહેનોને કેન્સરના લક્ષણો અને તેના બચાવના ઉપાયોથી માહિતગાર કરવાનો હતો,જેથી તેઓ સમાજના છેવાડાના પરિવારો સુધી આ સ્વાસ્થ્ય સંદેશ પહોંચાડી શકે. આ સેમિનારમાં શાશ્વત હોસ્પિટલના ડૉ. અશ્વિની જસાણી અને સેન્ટર હેડ ડૉ. અંકિતા પટેલે ઉપસ્થિત બહેનોને બંને કેન્સર અંગે તબીબી માર્ગદર્શન પૂરું પાડી વહેલા નિદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે પર્યાવરણ જતનના સંદેશ સાથે ‘ગાયત્રી ચેતના સેન્ટર’ તરફથી તમામ આંગણવાડીઓ માટે ઔષધીય અને પર્યાવરણીય રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. ઘટક-૨ ના મુખ્ય સેવિકાઓ તેમજ તમામ આંગણવાડીના હેલ્પર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News