મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE









ટંકારાના મીતાણા પાસે આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારાના મીતાણાથી ગણેશપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે આખલો આવ્યો હતો અને આખલા સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં હરકાંતભાઇ ગજેરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો મોનાભાઇ તેનુભાઇ પસાયા (18) નામનો યુવાન મીતાણાથી ગણેશપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ફેન્સ પોલિપેક નજીકથી બાઈક નંબર એમપી 45 એમક્યૂ 6758 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક આખલો આવતા બાઈક આખલા સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની રાકેશભાઈ ભુવાનભાઇ પસાયા (40) રહે. હાલ સરાયા ગામની સીમમાં કરસનભાઈની વાડીએ મૂળ રહે. એમપી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News