મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીના  મોડપર ગામે નજીવી વાતમાં યુવાને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના મોડપર ગામે રહેતા યુવાન સાથે ફોન ઉપર એકાદ મહિના પહેલા થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ફોન કરીને પીપળીયા ચાર રસ્તે બોલાવવામાં આવ્યો હતો જો કે, યુવાન ત્યાં ગયો ન હતો જેથી સામેવાળો શખ્સ યુવાનના ઘર પાસે આવ્યો હતો અને ગાળો બોલીને યુવાનને બે થી ત્રણ ઝાપટો મારી હતી તેમજ ત્યાં હાજર રહેલ મહિલાનું બાવડું પકડીને તેને ધક્કો મારીને પાડી દેવામાં આવી હતી આટલું જ નહીં પરંતુ પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ કરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના મોડપર ગામે દેવીપુજકવાસમાં રહેતા કાજલબેન અક્ષયભાઈ સોલંકી (28) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા રહે.પીપળીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પતિને આશરે એકાદ મહિના પહેલા ફોન ઉપર આરોપી સાથે બોલાચાલી થઈ હતી.બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરીને પીપળીયા ચાર રસ્તે બોલાવતા ફરિયાદીના પતિ પીપળીયા ચાર રસ્તે ગયા ન હતા.જેથી આરોપી તેઓના ઘર પાસે આવેલ અને ત્યાં ગાળો બોલતો હતો અને ફરિયાદીના પતિને બે-ત્રણ જાપટો મારી હતી તેમજ સાહેદ આશાબેનને બાવડું પકડીને ધક્કો મારીને પાડી દીધા હતા અને પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News