મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત


SHARE









મોરબી નજીક સિરામિક કારખાનામાં ઓટલા ઉપરથી નીચે પટકાતા માથામાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર પાસે ઓટલા ઉપર બેઠેલ મહિલા બે ફૂટ ઊંચા ઓટલા ઉપરથી નીચે પડતા તેને માથાના ભાગે ઇજા થઈ હોય સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર ઘુટુ ગામની સીમમાં આવેલ સુઝલોન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા સપનાબેન દીપકભાઈ આદિવાસી (28) નામના મહિલા ઓટલા ઉપર બેઠા હતા ત્યારે બે ફૂટ ઊંચા ઓટલા ઉપરથી નીચે પડી જવાના કારણે તે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કનુબેન કાળુભાઈ (31) નામના મહિલા બગથળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ફાટક નજીક હતા ત્યારે ત્યાં તેને ઝેરી જનાવર કરડી જવાના કારણે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં ધુતારી પાસે રહેતા પૂજાબેન ભુપતભાઈ સરવૈયા (32) નામના મહિલા કોઈ કારણોસર  ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News