મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા


SHARE









મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા

નિયત સમયમાં તપાસનોંધની પૂર્તતા નહીં કરનાર સંસ્થાઓ સામે નામદાર અદાલતમાં કેસ દાખલ કરવા કડક કાર્યવાહી હાથ ધરાશે, બસ સ્ટેશન ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો; બાળ મજૂરી દેખાય તો શ્રમ આયુક્ત કચેરી કે હેલ્પલાઇન ૧૦૯૮ પર જાણ કરવા અનુરોધ

વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ (૧૨ જૂન) અન્વયે મોરબી જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર જૂન માસ દરમિયાન બાળ અને તરુણ શ્રમિક પ્રથા નાબૂદી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ સઘન ઝુંબેશ અંતર્ગત ટાસ્ક ફોર્સ દ્વારા જિલ્લાના ૬ શંકાસ્પદ સ્થળોએ આકસ્મિક રેઇડ પાડીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.આ સફળ ઓપરેશન દરમિયાન મહેન્દ્રનગર વિસ્તારમાંથી બે, ટંકારા વિસ્તારમાંથી બે અને લજાઈ વિસ્તારમાંથી એક મળી કુલ ૫ તરુણ શ્રમયોગીઓને બાળ મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવાયા હતા અને સંબંધિત નિયમભંગ કરનાર સંસ્થાઓ વિરૂદ્ધ કાયદાકીય તપાસ નોંધ પસાર કરવામાં આવી છે. આ તપાસ નોંધની નિયત સમય મર્યાદામાં પૂર્તતા કરવામાં નહીં આવે તો તે તમામ સંસ્થાઓ વિરૂદ્ધ નામદાર અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે.

કાયદાકીય અમલીકરણની સાથે સામાજિક ચેતના જગાડવાના હેતુથી મોરબી બસ સ્ટેશન ખાતે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. રેઇડ અને પેટ્રોલિંગ દરમિયાન જિલ્લાના હોટલ, ઢાબા અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને પોતાના એકમોમાં કોઈપણ બાળ કે તરુણ શ્રમિકને કામે ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે.જો કોઈ પણ સ્થળે બાળ મજૂરી થતી હોવાનું આપના ધ્યાને આવે તો તુરંત જ ‘મદદનીશ શ્રમ આયુક્તની કચેરી-મોરબી’ અથવા ‘ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮’ પર તેની સચોટ જાણ કરવા મોરબીના મદદનીશ શ્રમ આયુક્તશ્રી જે.આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.




Latest News