મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના બેલા ગામ નજીક આવેલ પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવાનના સાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના મિત્રની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા રાજુભાઈ દિલીપભાઈ અજનાર (26) નામનો યુવાન તેના સાળા શીવાભાઈ રાધેશ્યામ રાવતની સાથે બાઈક નંબર જીજે 4 ઇ એન 7932 ઉપર મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી બે દિવસ પહેલા પસાર થઈ રહયો હતો ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રાજુભાઈ અજનારને શરીરે ઇજા થવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જ્યારે અકસ્માતના આ બનાવમાં મૃતકના સાળા શીવાભાઈ રાવતને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રાજુભાઈ તથા તેનો સાળો શીવાભાઈ બંને બાઈક ઉપર બેલાથી લક્ષ્મીનગર ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજુભાઈનું મોત નીપજ્યું છે અને રાજુભાઈ લક્ષ્મીનગર ગામ પાસે આવેલ કોલસાના ડેલામાં કામ કરતા હતા દરમ્યાન લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ સુખ કોર્પોરેશન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મૃતક યુવાનના મિત્ર કરણભાઈ ઉર્ફે કાળુ કાંતિભાઈ સોલંકી (22) ની ફરિયાદ લઈને ટ્રક નંબર જીજે 39 ટી 7838 ના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News