મોરબીના મહેન્દ્રનગર ગામે દીકરી-માતાએ જાત જલાવી લેવાના ગુનામાં દંપતિની ધરપકડ
મોરબી જીલ્લામાં એક વિદ્યાર્થિનીએ સહિત વધુ ૧૨ કોરોના પોઝિટિવ: ૧૦૧૯૨ વિદ્યાર્થીઓને મુકાઇ વેક્સિન
SHARE









મોરબી જીલ્લામાં એક વિદ્યાર્થિનીએ સહિત વધુ ૧૨ કોરોના પોઝિટિવ: ૧૦૧૯૨ વિદ્યાર્થીઓને મુકાઇ વેક્સિન
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી ગઈકાલના દિવસ દરમિયાન ૧૩૭૧ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક વિદ્યાર્થીની સહિત નવા બાર કોરોનાના પોઝિટિવ કેસ સામે આવેલ છે જેથી કરીને તે દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેની સાથે સંપર્કમાં આવેલા લોકોના આરોગ્ય વિભાગ દ્વારા જે તે વિસ્તારમાંથી કોરોનાના ટેસ્ટિંગ માટે સેમ્પલ પણ લેવામાં આવેલ છે અને ગઈકાલના દિવસ દરમિયાન મોરબી જિલ્લાની અંદર ૧૦૧૯૨ વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી હોવાનું હાલમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે
મોરબી જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી દરરોજ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા અને અત્યાર સુધી જે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી ગઈ છે તેવામાં ગઈકાલે સોમવારના દિવસે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી ૧૩૭૧ લોકોમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી નવા બાર કેસ કોરોનાના આવેલ છે અને આ બારમાથી પણ એક ૧૩ વર્ષની વિદ્યાર્થિનીએ છે વધુ માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર વેકસીન માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જો કે સોમવારથી મોરબી જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના તરુણને પણ કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પ્રથમ દિવસે ૨૩૫ શાળાની અંદર લગભગ ૧૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પ્રથમ દિવસે મોરબી જિલ્લામાં ૧૦૧૯૨ વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના ૪૪૬ લોકો તેમજ ૧૮ થી ૪૫ વર્ષના યુવાનોમાં ૨૧૧૩ લોકોને વેક્સિન મુકવામાં આવેલ છે અને આજે પણ મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં વિદ્યાર્થીઓ સહિતના લોકોને વેક્સિન મૂકવા માટેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે
