મોરબી જીલ્લામાં એક વિદ્યાર્થિનીએ સહિત વધુ ૧૨ કોરોના પોઝિટિવ: ૧૦૧૯૨ વિદ્યાર્થીઓને મુકાઇ વેક્સિન
મોરબીમાં અખિલ ભારતીય ચારણ અને ગઢવી મહાસભા યુવાનું રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં સ્નેહમિલન યોજાયું
SHARE









મોરબીમાં અખિલ ભારતીય ચારણ અને ગઢવી મહાસભા યુવાનું રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં સ્નેહમિલન યોજાયું
મોરબીમાં અખિલ ભારતીય ચારણ અને ગઢવી મહાસભા યુવા મોરબી યુવાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે અખિલ ભારતીય ચારણ અને ગઢવી મહાસભા યુવાના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી, બાબુદાનજી ચારણ (રાષ્ટ્રીય પ્રવક્તા), રાજભા વિજલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), નરપતસિંહજી બારહટ-ભાદરેશ (એંજિનિયર), ભંવરદાનજી મહેડુ (રાષ્ટ્રીય કાર્યાલય સહપ્રભારી), ડૉ.તિર્થંકરજી રોહડિયા (વરિષ્ઠ ઉપાધ્યક્ષ), અમિતભા પાલીયા (પ્રદેશ ઉપાધ્યક્ષ), મુન્નાભાઈ અમોતિયા (રાષ્ટ્રીય મંત્રી), શાંતનુભા ફુનડા (પ્રદેશ મહામંત્રી) વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી જિલ્લા અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવીએ યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી વિશે વિગતે પરીચય આપ્યો હતો ત્યારબાદ રાજકોટથી આવેલા મુન્નાભાઈ અમોતિયાએ સાંપ્રત સમયમાં સંગઠનનું મહત્વ જણાવી સૌ ચારણો એક બની આગળ આવે એવી અભિલાષા વ્યક્ત કરી હતી તેવી જ રીતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજભા વિજલે, મહામંત્રી શાંતનુભા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડૉ. તિર્થંકરજી રોહડિયા સહિતનાએ પ્રસંગોચિત સબોધન કર્યું હતું
તો રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાએ કહ્યું હતું કે, "સમગ્ર ભારતમાં જિલ્લા અધ્યક્ષમા સૌથી બેસ્ટ કામગીરી મોરબી જિલ્લા અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી ની છે." એમ કહી બિરદાવી અખિલ ભારતીય ચારણ અને ગઢવી મહાસભા યુવાની કાર્યકારિણીની રચનાથી માંડીને વિગતે માર્ગદર્શિત કર્યા હતા ત્યારબાદ રાષ્ટ્રીય પ્રવક્તા બાબુદાનજી ચારણે પણ સૌ પદાધિકારીઓએ ધરાતલીય કાર્ય કરવા માટે આહવાન કર્યું. મોરબી જિલ્લા મહિલા અધ્યક્ષ નાનબાઈ મારૂએ પણ ચારણની દીકરીઓને સમયની સાથે ચાલવા અને હરીરસ - દેવિયાણનું મહત્વ સમજાવી દરેક ચારણના ઘરે એનું પઠન થાય એવી અભિલાષા વ્યક્ત કરી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભા ગુઢડા, રમેશભા સોયા, પ્રભાતદાન મિસણ, પ્રફુલદાન બારહટ, કિરીટભાઈ બારહટ, તખુભા મહેડુ, વજુભા લાંબા, કેવલદાન બારહટ, જયદીપ મિસણ, કનુભા ગુઢડા, કિશુભા ગુઢડા, હરદેવદાન બારહટ, યુવરાજદાન બારહટ તથા મહિલા પાંખમાંથી નાનબાઈ મારુ, નયનાબા બારહટ, ભૂમિબેન નાંદણ, દેલુબાઈ મારૂ, જશુબેન નેચડા, કમળાબા મિસણ, નાગલબેન મારૂ, જશુબા, ગીતાબાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને વિજયભા રતને આભારવિધિ કરી હતી આ કાર્યક્રમનું સંચાલન સંજયભા નાંદણ (જિલ્લા પ્રવક્તા) દ્વારા કરવામાં આવ્યું હતું
