હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં


SHARE







મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં

 

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રણછોડભાઈ રબારીની વાડીએ રહી ખેત મજૂરીનું કામ કરતા નૂરલાભાઈ ચમારીભાઈ બારીયા નામના ૩૦ વર્ષના યુવાને પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, ગત તા.૬-૫-૨૬ ના રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેમની પત્ની સંગીતાબેન નુરલાભાઈ બારીયા (ઉમર ૨૩) હાલ રહે.ગોર ખીજડીયા મોરબી વાળી ઘરે કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ સંગીતાબેનનો કોઈ પતો ન લાગેલ જેથી તાલુકા પલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે ગુમ થયેલા સંગીતાબેન નરેશભાઈ નામના યુવાન સાથે ચાલ્યા ગયા છે અને તેઓ નરેશની સાથે રહેવા માંગે છે.!

જયારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે વાડી વિસ્તારમાં રહેતા જયેશભાઈ લાલજીભાઈ હડિયલએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના બહેન રસીલાબેન લાલજીભાઈ (૨૩) પોતાના ઘરેથી ગત તા.૧-૭ ના રોજ સવારે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના તમામ ડોક્યુમેન્ટ તથા બે ત્રણ જોડી કપડા લઈને નીકળી ગયેલ છે અને તે ગુમ થઈ ગયેલ છે.તેમ ફરિયાદમાં જણાવ્યું હતું જેની તપાસમાં બી ડિવિઝન પોલીસ મથકના મુકેશભાઈ ચાવડાએ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે ગુમ થયેલા રસીલાબેન હડીયલે પ્રકાશભાઈ લાલજીભાઈ નકુમ નામના યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધેલ છે અને હાલ તે પ્રકાશભાઈ સાથે રહેવા ઇચ્છે છે.

તાવ સબબ મોત

મોરબી તાલુકાના ગુંગણ ગામે સીમ વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતાં પરિવારના સુધીર રામભાઈ બીલવા નામના ૧૦ વર્ષના બાળકને તાવ આવતો હતો અને દરમિયાનમાં તેનું મોત નિપુ હતું.જેથી ડેડબોડી સિવિલે ખસેડાતા મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના લાલભા ચૌહાણ દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના બેલા ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ પુનિતકુમાર બિનામીસિંગ (૨૭) નામના યુવાનને ઇજાઓ થયેલ હોય અહીં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

હળવદના દેવળીયા ગામે રહેતા સંજયભાઈ ગોકળભાઈ હમીરપર નામનો ૩૫ વર્ષનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં વાહન સ્લીપ થઇ જતા ઇજા પામેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર જસમતગઢ નજીક બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત બનાવમાં ઈજા પામેલ સમીર પાંડ્યાભાઈ પરમાર (૨૫) રહે.ગાળા તા. મોરબને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના ઘુંટુ રોડ ઉપર સનરાઈઝ સિરામીક નજીક ટ્રક ઉપરથી નીચે પડી જતા શરીરે ઇજા પામેલા રમજાનભાઈ ખાતુભાઈ મન્સૂરી નામના ૫૦ વર્ષના આધેડને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

મોરબીના નવલખી રોડ શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્ક સોસાયટી તરફ જવાના રસ્તા નજીક બોર્ડ પાસે બે બાઈક અથડાયા હતા.જે બનાવમાં શાંતિલાલ ડુંગરભાઇ નકુમ (૩૭), કોકીલાબેન શાંતિલાલ (૩૦), ગૌતમ શાંતિલાલ (૦૭) અને દેવાંશ શાંતિલાલ (૦૭) રહે.ચારેય બોખાની વાડી સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડને ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા-કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે રહેતા કાંતિભાઈ લાલુભાઈ ભગોરા નામના ૩૩ વર્ષના યુવાનને ઘર નજીક કોઈ જનાવર કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો

 






Latest News