હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

વીજપોલ વળતર આંદોલન પાર્ટ 3: મોરબીના જેતપર ગામે આજે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક


SHARE







વીજપોલ વળતર આંદોલન પાર્ટ 3: મોરબીના જેતપર ગામે આજે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક

મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખાનગી કંપનીના વીજપોલના વળતર મામલે આંદોલન પાર્ટ 3 નું રણસિંગું ફૂકવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે જેતપર ગામે આવેલ રામવાડી ખાતે મોરબી સહિત સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે અને તેનાથી ખેડૂતોને કઈ પ્રકારે નુકસાની થશે અને તેમાં કઈ પ્રકારના સુધારા કરવાથી ખેડૂતોને વધુ ફાયદો થાય તેમ છે તેની ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ આંદોલનની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ વાયર પાથરવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન ક્યાંકને ક્યાંક ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વિજપોલ અને ખેડૂતોના ખેતર ઉપરથી પસાર થતાં વીજ વાયર સામે ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે દરમિયાન મોરબીના જેતપર ગામે 19 દિવસ સુધી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને 19 માં દિવસે તમામ ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેના પારણા કરાવી દેવામાં આવ્યા હતા.

જોકે સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ વાયરના વળતર માટે જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનાથી જેતપર ગામના ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને હવે સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજે જેતપર ગામે આવેલ રામવાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના નવ વાગ્યે મોરબી સહિત જુદાજુદા 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની મીટીંગ રાખવામા આવેલ છે જેમાં આજે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આગેવાનોને બોલાવવામાં આવ્યા છે

આજે જે ખેડુત આગેવાનો આવશે તેઓની સાથે સરકાર દ્વારા જે વળતર માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેની ચર્ચાઓ કરાશે તેમજ આ પરિપત્રથી ખેડૂતોને કઈ પ્રકારનું નુકસાન થાય તેમ છે તેની પણ વિચારણા કરવામાં આવશે. સાથોસાથ પરિપત્રમાં કઈ પ્રકારના સુધારા કરવાથી ખેડૂતોને વધુ ફાયદો થઈ શકે તેમ છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવશે. અને આવી જ રીતે તા. 9 ના રોજ રાતે 9:00 વાગ્યે સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે તેઓની સાથે પણ ચર્ચા કરીને પછી તમામ ખેડૂત આગેવાનોની સહમતિથી ગુજરાત લેવલની નવી આંદોલન કમિટી બનાવવામાં આવશે અને ત્યાર પછી ખાનગી વીજ કંપની અને સરકાર સામે પૂરતો વળતર મેળવવા માટે થઈને આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવશે






Latest News