મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા


SHARE









મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા

મોરબી તાલુકાના ટીંબડી ગામમાં આવેલી બાલાજી પાર્ક સહિતની વિવિધ સોસાયટીઓમાં ગેસ પાઇપલાઇનની કામગીરી અધૂરી છોડાતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગેસ કંપની હાલમાં દ્વારા જાન્યુઆરી મહિનામાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.તે સમયે રહેવાસીઓને વિશ્વાસમાં લઈને ગેસ કનેક્શન માટે એડવાન્સ પેમેન્ટ પણ વસૂલવામાં આવ્યું હતું. જોકે, બે મહિનામાં માં કામગીરી પૂર્ણ કરીશું! બાદ કંપનીએ કામ અધવચ્ચે જ બંધ કરી દીધું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.


રહેવાસીઓના જણાવ્યા મુજબ, અનેક વખત ગેસ કંપનીના અધિકારીઓને મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી. દરેક વખતે કંપની દ્વારા ફેબ્રુઆરીમાં, ત્યારબાદ માર્ચમાં, પછી એપ્રિલ, મે માં અને ત્યારબાદ જૂનમાં કામગીરી પૂર્ણ કરી ગેસ લાઇન શરૂ કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી.પરંતુ હવે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં આજદિન સુધી ગેસ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું નથી અને કનેક્શન પણ આપવામાં આવ્યા નથી.! આ ઉપરાંત, ગેસ લાઇન માટે અનેક સ્થળોએ રસ્તાઓ અને સોસાયટી વિસ્તારમાં ખાડાઓ ખોદીને તેમ જ છોડી દેવામાં આવ્યા છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં આ ખાડાઓમાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતની પણ ભીતિ ઉભી થઈ છે.

સ્થાનિક રહેવાસીઓએ ગેસ કંપની સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો વહેલી તકે ગેસ પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી કનેક્શન આપવામાં નહીં આવે તેમજ ખોદેલા ખાડાઓ યોગ્ય રીતે પુરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે. આ અંગે કંપની તેમજ સંબંધિત તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.




Latest News