મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ


SHARE





મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ

મોરબીના ઝીકિયારી ગામે રહેતા વૃદ્ધ તેના દીકરાની સાથે કોર્ટની મુદ્દત હોવાથી મોરબી આવ્યા હતા અને ત્યાંથી તેઓ બાઈકમાં પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં નીચી માંડલ અને વાંકડા ગામ વચ્ચે કેનાલ નજીક સ્કોર્પિયો ગાડીના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા પુત્રને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના  બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદની તપાસ દરમ્યાના પિતા પુત્રની જમીનના વિવાદમાં હત્યા કરવાનો કારસો રચવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હત્યાનો પ્રયાસ કરવાની કલમનો ઉમેરો કરીને હાલમાં 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા (65)એ અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલક સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓ તથા તેમનો દીકરો મેહુલભાઈ બંને બાઈક નંબર જીજે 3 ડીએચ 5109 લઈને મોરબી કોર્ટની મુદ્દે આવ્યા હતા અને મુદત પૂરી કરીને તેઓ પરત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે નીચી માંડલ ગામથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલકે ફરિયાદીના દીકરા મેહુલભાઈના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચરજમણા હાથ અને કમરના ભાગે મુંઢ ઈજાઓ તથા જમણી આંખની નીચેના ભાગમાં અને શરીરે ઇજાઓ કરી હતી જ્યારે ફરિયાદીના દીકરા મેહુલભાઈને ડાબા હાથના ખભાના ભાગે ફેક્ચર અને જમણા પગમાં ઘૂંટણના ભાગે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાર બાદ વૃદ્ધે ફરિયાદ કરી હતી તેની તપાસ દરમ્યાન ફરિયાદી અને તેના દીકરાની હત્યા કરવા માટેનો કારસો રચવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ ઇજા પામેલ મેહુલ બાવરવા અને અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં એવી માહિતી સામે આવી હતી કે, અકસ્માત કરનાર ગાડીમાં ગામનો હરેશ ઉર્ફે હર્ષદ દેવજીભાઈ સુરાણી હતો અને ફરિયાદીના બાપ દાદાની જમીનમાં ફરિયાદી અને તેના ભાઈ ભુદરભાઈ વચ્ચે કોર્ટ કેસ ચાલતો હતો અને ભુદરભાઈની દીકરી હેતલબેને વિલ કરી હતી જેમાં અકસ્માત થયેલ ત્યારે ગાડીમાં હાજર હરેશ દેવજીભાઈ સુરાણી તેમાં જામીન રહેલ જેથી હરેશને ભુદરભાઈ અને તેના દીકરા ભાવેશભાઈ સાથે ગાઢ સંબંધ હતા જેથી હરેશ સુરાણીએ મેહુલના કાકાના દીકરા ભાવેશભાઈના કહેવાથી મેહુલ અને તેના પિતા ફરિયાદીને મારી નાખવાના ઈરાદે બાઇકને ટક્કર મારી હતી.

આ બાબતે ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ગુનાની તપાસ દરમ્યાન અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ આરોપીઓના મોબાઈલ ફોનની ડિટેલ ચેક કરવામાં આવી હતી જેના આધારે પિતા-પુત્રના બાઈકને ટક્કર મારીને તેની હત્યા કરવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ હોવાના આ ગુનાનો ભેદ ઉકેલીને હાલમાં 3 આરોપીને પકડવામાં આવેલ છે જેમાં આરોપી જગદીશ ખીમજી મકવાણા (42) રહે. રાપર કચ્છ, હરેશ દેવજીભાઈ સુરાણી (41) રહે. મૂળ જીકીયારી હાલ રહે ઉમા વિલેજ સોસાયટી મહેન્દ્રનગર અને ભાવેશ ભૂદરભાઈ બાવરવા (31) રહે જીકીયારી વાળાની પીએસઆઈ એચ.આર. જાડેજા અને તેની ટીમે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સ્કોર્પીઓ ગાડી નંબર જીજે 1 કેઆર 8393 જેની કિંમત 4 લાખ છે તેને કબ્જે કરેલ છે.  અને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.




Latest News