મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટીમાં રહેતા યુવાનના અમદાવાદમાં રહેતી મહિલાએ 1,00,000 રૂપિયા લઈને  મૂળ રાજસ્થાનની એક મહિલા સાથે લગ્ન કરાવ્યા હતા અને લગ્નના આઠ દિવસ બાદ તે મહિલા કોઈને કશું કહ્યા વગર જતી રહેલ છે જેથી કરીને યુવાન સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી મહિલાઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર સમજુબા સ્કૂલની બાજુમાં આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટી બ્લોક નંબર 58 માં રહેતા અશોકભાઈ મૂળચંદભાઈ અડવાણી (47)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રીતિબેન કેવલરામ વાઘવાણી રહે. એ-202 રોયલ રીજોઇસ-2, શીપ બંગલો, બીલાસીયા ચોકડી પાસે અમદાવાદ તથા નિશા રામચંદ્ર હેમલાની રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પ્રીતિબેનએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈને નિશાબેન સાથે ગત તા 21/6/26 ના રોજ તેના લગ્ન કરાવ્યા હતા અને માત્ર આઠથી નવ દિવસ રોકાયા બાદ નિશાબેન ઘરે કોઈને કશું કહ્યા વગર જતી રહેલ છે અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છેકે, ભોગ બનેલા યુવાને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે તેની ફરિયાદ લેવામાં આવી ન હતી પરંતુ ત્યાર બાદ આ મામલો ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી પહોચ્યો ત્યાર પછી યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News