મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા !


SHARE









મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા !

મોરબીમાં આવેલ ઘાંચી શેરી વિસ્તારમાં રહેતો યુવાને તેના મિત્ર સાથે બાઈક ઉપર બેસીને મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઇક સામે એક શખ્સ આવી ગયો હતો અને તેને પોતાના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને કોઈપણ કારણ વગર માર મારીને ઈજા કરી હતી તેમજ યુવાન અને તેના મિત્રને ગાળો આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મહેન્દ્રપરા ઘાંચી શેરીમાં રહેતા રમેશભાઈ ભોજાભાઇ ટોયેટા (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુખદેવસિંહ મંગલસિંગ રાજપુત રહે. વીસીપરા ગુલાબનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસેથી ફરિયાદી તથા સાહેદ બાઈક નંબર જીજે 36 એએચ 3316 ઉપર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બાઈકની સામે આવી ગયો હતો  અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ચાલુ બાઇકે ડાબા કાન ઉપર હાથમાં પહેરેલ પંચ વડે માર મારીને ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેદને ગાળો આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીમાં આવેલ જનકલ્યાણનગરમાં રહેતા કૈલાશભાઈ તુષારભાઈ ત્રિવેદી (22) નામનો યુવાન એકટિવા લઈને કારખાનેથી ઘરે પરત જતો હતો ત્યારે ફર્ન હોટલ સામે રસ્તામાં આવેલ ખાડાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનને કોણીના ભાગે ફેક્ચર થયું હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહિદાસપરામાં રહેતા પારસ ગંગારામ (20) નાના યુવાનને માર મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેના સારવાર આપીના આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News