મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ
પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ
SHARE
પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત હવે જિલ્લા વાઇઝ વિવિધ કમિટીઓની રચના કરીને સરકાર સામે લડતના મંડાણ કરવા માટે આંદોલન પાર્ટ 3 શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગરૂપે ગઈકાલે જેતપર ગામે આવેલ રામવાડી ખાતે મોરબી જિલ્લાના તમામ ગામના ખેડૂત આગેવાનો અને ખેડૂતોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટીંગની અંદર વિવિધ છ જેટલી કમિટીઓની રચના કરવામાં આવી છે જેમાં એક પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ નાના-મોટા કોઈ પણ હોદ્દેદારનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને આગામી સમયમાં આવી જ રીતે ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ કમિટીની રચનાઓ કરવામાં આવશે
મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે જેથી ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેમજ ખેડૂતોના ખેતર ઉપરથી વીજ લાઈનનો કોરિડોર પસાર થાય છે જેની સામે ખેડૂતોને પૂરતું વળતર મળે તેના માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે તેમજ મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા હતા દરમ્યાન સરકાર દ્વારા વળતર માટેની નવી નીતિનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જોકે, તેનો જેતપર ગામના ખેડૂતોએ અસ્વીકાર કર્યો છે અને આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી હતી તેની સાથો સાથ જુદા જુદા જિલ્લાઓમાંથી આવતા ખેડૂતોની ગુજરાત લેવલની કમિટી બનાવીને સરકાર સામે લડત ચલાવવા માટે થઈને એલાન કરવામાં આવ્યું હતું
મોરબી તાલુકાના જેતપર ગામે ગત તા. 8 અને 9 ના રોજ ગુજરાતના 24 જેટલા જિલ્લાના સરપંચો, ખેડૂતો અને ખેડૂત આગેવાનો સહિતના લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓની પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા હતા અને આંદોલન પાર્ટ 3 માં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલે વિવિધ કમિટીઓની રચના કરવાની છે તેના માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી તેવામાં ગઈકાલે તા. 10 ના રોજ રાત્રે જેતપર ગામે આવેલ રામવાડી ખાતે મોરબી જિલ્લાના ખેડૂતો તથા ખેડૂત આગેવાનો સહિતનાઓને બોલાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
દરમિયાન આંદોલન પાર્ટ 3 માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા કમિટી, લીગલ સેલ કમિટી, ગામ સંપર્ક સંવાદ કમિટી, કાર્યક્રમ કમિટી, આયોજન કમિટી અને ભોજન વ્યવસ્થા કમિટીની રચના કરાઈ છે જેમાં એક કમિટીમાં 5 થી લઈને 25 જેટલા આગેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ખાસ બાબતે એ છે કે પહેલેથી જ આ આંદોલન બિન રાજકીય આંદોલન છે ત્યારે આગામી સમયમાં આંદોલનને રાજકીય રંગ ન લાગે તે માટે જિલ્લામાં બનાવમાં આવેલ વિવિધ કમિટીઓમાં એક પણ રાજકીય પક્ષની સાથે નાના મોટા કોઈ પણ હોદ્દા સાથે જોડાયેલ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને આવી જ રીતે આગામી સમયમાં ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ કમિટીની રચનાઓ કરવામાં આવશે તેવું જેતપર ગામેથી આંદોલન સમિતિના સભ્ય પાસેથી જાણવા મળી રહ્યું છે