મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ


SHARE









મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ

મોરબી તાલુકાનાં જુદાજુદા બે ગામમાં એક જ રાત્રિના સમયે ચોરી અને લૂંટ કરવા માટે ગેંગ નીકળી હતી ત્યારે વાડીએ હજાર રહેલા દંપતીને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતા અને બંને જગ્યાએ મહિલાના પતિના ગળા ઉપર છરી રાખીને મહિલાઓની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યા હતા જે ગુનામાં હાલમાં મુખ્ય સુત્રાધારની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના જેતપર અને ચકમપર ગામની સીમમાં પાંચ શખ્સો ચોરી અને લુંટ કરવાના ઇરાદે ગત તા. 4/6 ની રાતે આવ્યા હતા અને રાતના 10:00 થી લઈને 11:30 સુધીના સમયગાળામાં જુદીજુદી બે વાડીમાં લૂંટ અને ચોરી કરવાના ઇરાદે ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર રહેલા દંપતીને ડરાવવામાં આવ્યા હતા જો કે, તેઓની પાસેથી દાગીના કે રોકડ નહી મળતા છરી અને ધોકા જેવા હથીયાર બતાવીને મહિલાને પતિને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી અને જેતપર ગામે પાંચ પૈકીનાં એક શખ્સે મહિલાની સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે બાદ આ ગેંગ ચકમપર ગામે વાડી વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં હાજર રહેલા દંપતીમાં પુરુષને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપીને મહિલા સાથે પાંચ પૈકીનાં 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું

જે બંને બનાવ સંદર્ભે જુદીજુદી બે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી અને તપાસ દરમ્યાન પોલીસે અગાઉ આ ગુનામાં આરોપી નવઘણ કાળુભાઇ વાધેલા, દિલીપ કેશાભાઇ વાજેલીયા, મુન્ના ગંગરામભાઇ વાજેલીયાની ધરપકડ કરી હતી અને એક કાયદાના સંધર્ષમાં આવેલ બાળ કિશોર સામે પણ કાર્યવાહી કરી હતી જો કે આ ગુનામાં મુખ્ય સુત્રાધાર આરોપીને પકડવાનો બાકી હતો તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, આરોપી દિનેશભાઈ જખાનીયા બાઇક લઈને ધ્રોલથી ભાદરા પાટિયા થઈને આમરણ તરફ જવાનો છે જેથી એલસીબીની ટીમે વોચ રાખીને દુષ્કર્મના ગુનામાં મુખ્ય સુત્રાધાર આરોપી દિનેશભાઇ મધુભાઇ જખાનીયા રહે. મથક વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બાઇક અને મોબાઈલ મળીને 20 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ શખ્સની સામે અગાઉ વાંકાનેર, ધ્રાંગધ્રા અને મોરબી તાલુકામાં કુલ મળીને 4 ગુના નોંધાયેલ છે અને હાલમાં પકડાયેલ આરોપી ગેંગ બનાવીને રાતના સમયે વાડી વિસ્તારમાં ચોરી કરવા જતો હતો અને દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કે લૂંટ કરતાં હતા અને જો મહિલા હોય તો તેની સામે દુષ્કર્મ આચારતો હતો. હાલમાં આરોપીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News