મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા


SHARE









હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા

હળવદના કીડી ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓરડીમાંથી જુગાર રમતા 6 શખ્સ મળી આવ્યા હતા જયારે મોરબીના લીલાપર રોડ પર મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે 3 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા અને મોરબીમાં જુદીજુદી 3 જગ્યાએ વરલી જુગારની રેડ કરી હતી જેમાં આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કીડી ગામની સીમમાં રણજીતસિંહની વાડીએ ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વાડીના માલિક રણજીતસિંહ અજીતસિંહ ઝાલા (50) તથા લખનસિંહ બટુકસિંહ ઝાલા (32), રમેશભાઈ બચુભાઈ મહાલીયા (47), રાણાભાઇ વિરમભાઈ ઉઘરેજા (35), દશરથસિંહ મનહરસિંહ ઝાલા (45) અને મુકેશભાઈ જાદવજીભાઈ ફુલતરીયા (40) રહે. બધા કીડી ગામ વાળા જુગાર રમતા મળી આવેલ હોય પોલીસે 56,600 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે

જુગાર રમતા 3 પકડાયા

મોરબીના લીલાપર રોડ પર આવેલ ગૌશાળાની વાડી ખડીયા હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા અરવિંદભાઈ દાદુભાઇ બાટી (32) રહે. વજેપર, દેવરાજભાઈ બાબુભાઈ છુછીયા (27) રહે. લીલાપર રોડ ખડીયા પરા મોરબી અને ભરતભાઈ રમેશભાઈ બાટી (26) રહે. લીલાપર રોડ ખડીયા વાસ મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેની પાસેથી 10,200 ની રોકડ કબજે કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ નોંધાયો છે

વરલી જુગારની રેડ
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ બજરંગ અકાળા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા ગોવિંદભાઈ દયારામ ભાઈ ચૌહાણ 63 રહે નવલખી ફાટક પાસે કૃષ્ણ સોસાયટી માં મોરબી વાળા મળી આવેલ હોય પોલીસે 5000 રૂપિયાની કિંમત નો મોબાઇલ તથા 12,400 રોકડા મોલ મળીને 17400 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપીની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે

વરલી જુગારની રેડ
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ભડીયાદ કાંટા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વિમલભાઈ વલ્લભભાઈ વડગાસીયા (48) નામનો યુવાન વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 7,100 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને પકડાયેલ આરોપી અફઝલ ઉર્ફે જલો સમા રહે. સોઓરડી મોરબી વાળાના કહેવાથી વરલી જુગારના આંકડા લેતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે અફઝલ સમાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગારની રેડ
મોરબીમાં વાઘપરા શેરી નં. 8 માં જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા દીપકભાઈ રામજીભાઈ કારીયા (52) રહે. વઘાપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 5000 ની કિંમતનો મોબાઇલ તથા 550 રૂપિયા રોકડા આમ કુલ મળીને 5500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News