મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી


SHARE









હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી

હળવદના સાપકડા ગામની સીમમાં ઉમા સ્ટોન નામની ઓફિસે બે શખ્સો આવ્યા હતા અને લોખંડના પાઇપ મારીને ઓફિસમાં બારીના કાચ તોડી નાખ્યા હતા તેમજ હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ તેવી જાનથી મારી નાખવાની યુવાનને ધમકી આપવામાં આવી હતી જેથી  યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા બીજલભાઇ લાલજીભાઈ ઉઘરેજા (34)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા અને હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા રહે. બંને સાપકડા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની સાપકડા ગામની સીમમાં ઉમા સ્ટોન નામની ઓફિસ આવેલી છે અને ફરિયાદીને જીગ્નેશસિંહએ ફોન ઉપર ગાળો આપી હતી ત્યારબાદ બંને આરોપીઓ કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીની ઓફિસે આવ્યા હતા ત્યારે જિગ્નેશસિંહના હાથમાં લોખંડનો પાઇપ અને હરદીપસિંહના હાથમાં છરી હતી ત્યારે ઓફિસ બંધ હોય જીગ્નેશસિંહે લોખંડનો પાઇપ મારીને ઓફિસનો લોક તોડી નાખ્યો હતો અને ઓફિસમાં આવીને ત્યાં બારીઓના કાચ ફોડી નાખ્યા હતા અને 30000 રૂપિયા નું નુકસાન કર્યું હતું ત્યારબાદ આરોપીઓએ જતા જતા હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ વધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દારૂ સાથે પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના બાપા સીતારામ ચોક જગદંબા નામની દુકાન પાસેથી પસાર થઈ રહેલા મનોજ રમેશભાઈ ગડારા (૩૮) રહે.રવાપર ગામ હનુમાન મંદિર પાસે મહાવીર એપાર્ટમેન્ટ ને અટકાવ્યો હતો. અને તેની જડતી લેતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૧૩૦૦ ની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો હતો અને મનોજ ગડારાની ઉલટ તપાસ કરતા બળદેવ સથવારાનું નામ સામે આવતા હાલ બંને સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News