મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવામાં બાઈકે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા નીચે પટકાયેલ વૃદ્ધના હાથ ઉપરથી તોતિંગ ટાયર ફરી ગયું 


SHARE









હળવદના ચરાડવામાં બાઈકે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા નીચે પટકાયેલ વૃદ્ધના હાથ ઉપરથી તોતિંગ ટાયર ફરી ગયું 

હળવદ તાલુકાના ચરડવા ગામે વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં વૃદ્ધ રસ્તા ઉપર નીચે પટકાતા તેઓના જમણા હાથ ઉપરથી ટ્રકનું ટાયર ફરી ગયું હતું જેથી કરીને વૃદ્ધને હાથમાં ગંભીર ઇજા થઈ હતી અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અપાવ્યા બાદ તેના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ચરાડવા ગામે ગોપાલનગર શેરી નં. 5 માં રહેતા ધર્મેશભાઈ વલમજીભાઇ સોનાગ્રા (46)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 9 જીએ 8148 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના પિતા ચરાડવા ગામે આવેલ દલવાડી સમાજની વાડી પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 1296 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતા વાલમજીભાઈ પરસોતમભાઈ સોનાગ્રા બાઈક ઉપરથી ક્લીનર સાઈડમાં નીચે પડી ગયા હતા ત્યારે તેના જમણા હાથ ઉપરથી ટ્રક ટ્રેલરનું તોતિંગ ટાયર ફરી ગયું હતું જેથી તેઓને ગંભીર ઇજા થઈ હતી અને અકસ્માત બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News