મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામ નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE







ટંકારાના સરાયા ગામ નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

ટંકારાના લતીપર રોડ ઉપર કારખાનાની સામેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળના ભાગે આવી રહેલા એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના વીરવાવ ગામે શક્તિનગર ખાતે રહેતા સચિનભાઈ રમેશભાઈ ડોબરીયા (21)હાલમાં એસટી બસ નંબર જીજે 18 ઝેડ 8658ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરાયા ગામની સીમમાંથી તેઓ ટંકારા લતીપર રોડ ઉપર કેયડી પોલીફેબ કારખાના પાસેથી બાઈક નંબર જીજે 36 બીએ 3040 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે પાછળથી તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને કપાળમાં અને શરીરે ઇજાઓ થઈ હતી તેમજ પીઠ અને છાતીના ભાગે ફેક્ર જેવી ઈજા થઈ છે જ્યારે બાઈકમાં તેની સાથે પાછળના ભાગે બેઠેલા દર્શનભાઈ ધરમશીભાઈ નિમાવત રહે. ઓટાળા વાળાને પગમાં ફ્રેક્ચર થયું હોય બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે ઈજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

વિછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા પોલાભાઈ લઘરાભાઈ નાગહ (52) નામના આધેડને મોરબીના લાલપર ગામ નજીક અકસ્માતમાં બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યા તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને  જાણ કરવામાં આવી હતી

બાળક સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર નવા જાંબુડીયા ગામે રહેતા ભાવેશભાઈ અરવિંદભાઈ રાવલ (13) નામના બાળકને સાપ કરડી ગયો હોવાના કારણે તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News