વાંકાનેર જીનપરા સાત નાલા પાસેથી જુગાર રમતા ૬ શખ્સો ૧૦,૧૮૦ની રોકડા સાથે ઝડપાયા
હળવદનાં ચરાડવામાં રહેણાક મકાનમાથી ૨૯ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
હળવદનાં ચરાડવામાં રહેણાક મકાનમાથી ૨૯ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રાજલનગરમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાથી ૨૯ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૭૦૦ નો દારૂનો જથ્થો કબજે કરેલ છે અને ઘરધણી હાજર ન હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ચરાડવા ગામે આવેલ રાજલનગરમાં રહેતા આમીનભાઈ અનવરભાઈ કાજડીયા (ઉ.૨૫)ના ઘરમાં દારૂ હોવાની બાતમી હતી તેના આધારે સ્થાનિક\ પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૨૯ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૮૭૦૦ ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો જો કે, આરોપી આમીનભાઈ અનવરભાઈ કાજડીયા ઘરે હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
દેશી દારૂની ભઠ્ઠી
વાંકાનેર તાલુકાનાં સતાપર ગામની સોપારી ધાર વાળી સીમમાં ગુંદાખડા વાળા આરોપી રવજીભાઇ પોપટભાઇ સાપરાની કબજા ભોગવટાવાળી વાડી પાસે આવેલ વોકળામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યારે દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો તેમજ ગરમ દેસી દારૂ ર૦ લિટર, ગરમ આથો પ૦ લિટર અને ઠંડો આથો ૪૦૦ લીટર એમ કુલ મળીને પોલીસે ત્યાથી ર૯૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી રેઇડ દરમ્યાન હાજર ન હોવાથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે