મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં


SHARE







હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં

હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રીક્ષાને કાર ચાલકે સામેથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓને માથામાં તથા શરીરે ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત કરીને કારનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી છૂટ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ગોરી દરવાજા પાસે રામાપીરના મંદિરની બાજુમાં રહેતા બાબુભાઈ વેલજીભાઈ દલવાડી (52) એ કાર નંબર જીજે 1 એચ વાય 1263 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામથી બે કિલોમીટર આગળ તેઓ પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની રિક્ષાને સામેથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માત બાદ કારનો ચાલક પોતાની ગાડી ત્યાં મૂકીને જતો રહ્યો હતો આ બનાવમાં ફરિયાદીને માથાના ભાગે તથા જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી જ્યારે અર્જુનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી તેમજ મોનું, દેવ અને ક્રિષ્નાને માથા તથા હાથે પગે ઇજાઓ થઈ હોવાના કારણે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સનાળા ગામે સ્કૂલ પાસેથી બાઈકની ચોરી

મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં તુલસીપત્ર-બી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201 માં રહેતા કૃષ્ણકાંત હિંમતલાલ નાયકપરા (31)એ અજાણ્ય શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના સનાળા ગામે જાપા પાસે આવેલ સરકારી સ્કૂલ નજીક તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 8015 પાર્ક કરીને મૂક્યો હતો જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 45,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News