મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના છાંટા: મિશ્ર ઋતુમાં રોગચાળાની દહેશત
મોરબીમાં રહેતી યુવતી ઘરેથી કહ્યા વગર ગુમ
SHARE
મોરબીમાં રહેતી યુવતી ઘરેથી કહ્યા વગર ગુમ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઇપણ જાણ કર્યા વગર પહેરેલા કપડે નીકળી જતાં પરિવારે ઘરમેળે શોધખોળ કરી હતી છતાં યુવતીનો પત્તો ન લાગતાં અંતે પોલીસને જાણ કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ લાઇન્સનગરમાં વિસ્તારમાં લાયન્સ સ્કૂલ પાસે સરમરીયા દાદાના મંદિર નજીક સતનામ કોમ્પલેક્સના પાછળ રહેણાંક મકાનમાં રહેતા ધરમદાસભાઈ દેવીદાસભાઇ રાબડીયા (ઉમર ૫૦) ની પુત્રી પાયલબેન ધરમદાસભાઇ રાબડીયા (ઉંમર ૧૯) ગત તા.૪ ના સાંજના ચારેક વાગ્યે ઘરેથી કોઈને કંઈ પણ જાણ કર્યા વિના પહેરેલ કપડે નીકળી ગયેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ યુવતીનો પત્તો ન લાગતાં અંતે ધરમદાસભાઈએ સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતાં હાલમાં બીટ જમાદાર વશરામભાઈ મેતાએ ગુમશુધા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે વિધુતનગરની પાસે આવેલી હરીપાર્ક સોસાયટી શેરી નંબર-૪ માં રહેતી નિરાલીબેન દિનેશભાઈ કુંગસીયા નામની ૨૬ વર્ષીય યુવતી મોરબીના સામાકાંઠે લીલબાગ સેવાસદન નજીક આવેલા સોલંકી પાન પાસેથી બાઈકમાં જતી હતી ત્યાં બાઈક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત થયેલ નિરાલીબેનને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદ તાલુકાના રાસંગપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી માળીયા(મિં.) ના મોટાભેલા ગામના રાહુલ બાબુ કોળી નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.
તરૂણ-યુવાન સારવારમાં
માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામનો સાગર ભરતભાઈ દેગામા નામનો ૧૪ વર્ષીય તરુણનું બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ પાસે બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જેમાં સાગર દેગામાને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાવડીરોડ-પંચાસર રોડ જનકનગર કોલોનીમાં રહેતા મુન્નાભાઈ રામશંકર દૂબે નામના ૩૫ વર્ષીય યુવાનને ટંકારાના હરીપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત મુન્નાભાઇ દુબેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.