હળવદમાં ટ્રેનની અડફેટે આવી જતા યુવાનનું મોત
SHARE
હળવદમાં ટ્રેનની અડફેટે આવી જતા યુવાનનું મોત
હળવદમાં આવેલ વિકલાંગ વિદ્યાલયની પાછળના ભાગમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપરથી જતી ટ્રેનની અડફેટે આવી જવાથી યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ જીઆઇડીસીમાં રહેતા દિનેશભાઇ અવસરભાઈ કાંજીયા (૩૫) હળવદમાં આવેલ વિકલાંગ વિદ્યાલય પાછળ રેલવેના પાટા પાસે રેલવે ટ્રેક પરથી પસાર થતા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવી જવાના કારણે તેને શરીરે ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી