મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી


SHARE









હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા વૃદ્ધને તેના દીકરાએ ઘરમાંથી પૈસા વાપરવા ન આપે તો ઘરેણા અને વાહનો વેચી નાખવાની તથા આપઘાત કરી લઈશ તેવી ધમકી આપી હતી તેમજ વૃદ્ધને અપશબ્દ કહ્યા હતા અને મહિલાને માર માર્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે પોતાના દીકરા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા છનાભાઈ કાનાભાઈ મકવાણા (63) એ તેના દીકરા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા (24) રહે જુના ઇસનપુર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેના જણાવ્યું છે કે તેનો દીકરો તેના કહ્યામાં નથી અને ઘરેથી પૈસા વાપરવા નહીં આપે તો ઘરેણા અને વાહન વેચી નાખવાની તેમજ આપઘાત કરી લઈશ તેવી ધમકી આપતો હતો તેમજ ફરિયાદી સામે જાહેરમાં અસલીલ હરકતો કરીને અપ શબ્દો કહ્યા હતા અને જ્યોતિબેનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં પિતાએ નોંધાવેલ કરીયાદ આધારે પોલીસે પુત્ર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News