મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો


SHARE









તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો

હળવદમાં દીકરાની સાથે વેપાર કરતા શખ્સને તેની પેઢીમાં નુકસાની આવેલ હોય જે બાબતનું મન દુઃખ રાખીને વૃદ્ધને પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદના સરા રોડ ઉપર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા દેવજીભાઈ પરસોત્તમભાઈ લોરીયા (67)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દલિતચંદ લોરીયા અને મનીષ લોરીયા રહે. બંને અવધ સોસાયટી હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે અગાઉ તેઓનો દીકરો જયેશ આરોપી મનીષ લોરીયા સાથે વેપાર કરતો હોય આરોપી સાથે ફરિયાદીના દીકરા જયેશને પૈસાની લેતી દેતી થયેલ હતી જેનું મન દુઃખ રાખીને ફરિયાદી જ્યારે સરા રોડ ઉપર આવેલ ખોડીયાર ડેરી શાકભાજીના થડા પાસે ઉભા હતા ત્યારે તેને બંને આરોપીઓ જોઈ ગયા હતા જેથી પોતાનું બાઇક ત્યાં ઊભું રાખીને બંને આરોપી ફરીયાદી પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને પકડીને કહ્યું હતું કે “તારા દીકરા જયેશના કારણે અમારી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝની પેઢીમાં નુકસાની આવેલ છે” તેમ કહીને ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News