મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી


SHARE









હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી

મોરબી જિલ્લામાં સોનુ, ચાંદી, રોકડ, ઘરવખરીનો સામાન, ભંગાર વિગેરે તો ઠીક પરંતુ હવે સોપારી અને તમાકુ પણ સલામત નથી તેઓ ઘાટ સર્જાયો છે હળવદની સરા ચોકડી પાસે આવેલ સાધના કોમ્પલેક્ષમાં મયુર એસ. માણેક નામની દુકાનને તસ્કરે નિશાન બનાવી હતી અને ત્યાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બા જેની કુલ કિંમત 1.30 લાખ રૂપિયા કિંમત થાય છે તે મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા વેપારી યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ સલાટ ફળીમાં રહેતા રામસંગ બહાદુરસંગ ઠાકુર (38)એ અજાણ્ય શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સરા રોડ ઉપર સાધના કોમ્પલેક્ષમાં મયુર એસ. માણેક નામની તેઓની દુકાન આવેલી છે અને આ દુકાન તા. 30/7 ના રાત્રે 8:30 વાગ્યાથી લઈને તા. 1/8 ના સાંજના છ વાગ્યા સુધી બંધ હતી દરમિયાન કોઈપણ સમયે તસ્કરે દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનના શટરનું તાળું તોડીને દુકાનમાં રાખેલી ચીજ વસ્તુઓમાંથી 230 કિલો સોપારી તથા બાગબાન તમાકુના 50 ગ્રામના 50 ડબ્બા આમ કુલ મળીને 1.30 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી વેપારી યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પી ગયો

મોરબીના ખેવારિયા ગામે રહેતો આશિષ બળવંતભાઈ કડીવાર નામનો યુવાન કોઈપણ કારણોસર ફિનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સીડી ઉપરથી પડી જતાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી સીમાબેન રામપ્રસાદ આદિવાસી (35) નામની મહિલા કોઈપણ કારણોસર લેબર કોલોનીમાં સીડી ઉપરથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સહજાનંદ કંપનીના લેબર કોલોનીમાં રહેતા સુનીલ ભુરીયા (35) નામના યુવાને રસ્તા ઉપર કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News