મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ભલગામડા ગામે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી


SHARE









હળવદના ભલગામડા ગામે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી

હળવદના ભલગામડા ગામે રહેતા વૃદ્ધના ઘરને અજાણ્ય શખ્સે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોનાનો હાર, સોનાની વીંટીઓ, સોનાનું લોકેટ, સોનાના ઓમ તથા ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા આમ ફૂલ મળીને 2.50 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા સિંધાભાઈ દેવજીભાઈ દેત્રોજા (65) એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તા. 4/8 ના રોજ રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના સાડા ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદીના ઘરની અંદર ઘૂસીને લાકડાની તિજોરીનો દરવાજો કોઈપણ રીતે ખોલીને તેમાંથી સોનાના દાગીના જેમાં સોનાનો એક હાર, સોનાનું હાથમાં પહેરવાનું એક લોકેટ, ઓમ લખેલા ત્રણ નંગ તથા એક સોનાની વીંટી જેનું કુલ વજન આશરે ચાર તોલા જેટલું થાય છે અને કુલ કિંમત 1.20 લાખ રૂપિયા થાય છે તે સોનાના દાગીના તથા ચાંદીના પગમાં પહેરવાના ઝાંઝરા એક જોડી, ચાંદીની સાકડા એક જોડી, કેડમાં પહેરવાનો એક કંદોરો, નાના છોકરાની પગમાં પહેરવાની કડલીઓ અને સાંકડા સાત નંગ આમ 500 ગ્રામ જેટલું ચાંદી જેની કુલ કિંમત 50,000 તથા 80,000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 2,50,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવી પીપળી ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અબ્દુલ ઈકબાલ (24), બિલાલ ગફૂર (30) અને હકીમ માલુ (54) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News