મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE









હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા

હળવદ ધાંગધ્રા હાઇવે રોડ પર આવેલ વસંત પાર્કના દરવાજા પાસેથી યુવાન તેનું બાઇક લઈને જતો હતો ત્યારે કાર ચાલકે અચાનક તેની કારનો વળાંક લીધો હતો જેથી બાઇક કાર સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને હાથે, પગે તેમજ માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ  હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.

હળવદમાં આવેલ અનમોલ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ સુખદેવભાઈ હડિયલ (32)એ કાર નંબર જીજે 36 એસી 8376 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ ધાંગધ્રા હાઇવે રોડ પર આવેલ વસંત પાર્કના દરવાજા પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 8831 લઈને જતા હતા ત્યારે કાર ચાલકે અચાનક વળાંક લીધો હતો જેથી ફરિયાદીનું બાઈક તેની કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને હાથે, પગે તેમજ માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વીસીપરા ફાટક નજીક વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા પરસોત્તમભાઈ લાભુભાઈ વરાણીયા (35) રહે. વીસીપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 500 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે અનિલભાઈ જાદવજીભાઈ અગેચાણીયા (28) અને ધુળજીભાઈ જાદવજીભાઈ અગેચાણીયા (24) રહે. બંને જૂના ઘાટીલા વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 850 રૂપિયાની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News