મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત


SHARE









હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત

હળવદના બુટવડા ગામે રહેતા યુવાનને પગમાં દુખાવો થતો હોય તેની દવા ચાલુ હતી તેમ છતાં પણ દુખાવો મળતો ન હતો જેથી કરીને યુવાન ઝેરી દવા પી ગયો હોય તેને સારવાર માટે હળવદ અને ત્યારબાદ મોરબી સુધી લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડત યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જ્યારે વાંકાનેરમાં તાવની બીમારી સબબ વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા મૂળજીભાઈ હરજીભાઈ મકવાણા (48) નામના યુવાનને છેલ્લા ઘણા સમયથી પગમાં દુખાવો થતો હતો અને તેના માટેની આયુર્વેદિક દવા ચાલુ હતી જો કે પગમાં દુખાવો મટતો ન હતો જેથી  બીમારીથી કંટાળી ગયેલા યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ રાજુભાઈ હરજીભાઈ મકવાણા (44) રહે. હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મૂળ દાહોદના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ શિવાલય સેલ્ટર હોમ મીલ પ્લોટ ખાતે રહેતા મનીષભાઈ નટવરલાલ તલાટી (66) નામના વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી તાવ આવતો હતો અને તાવની બીમારી સબબ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News