તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE











હળવદના ચરાડવા ગામે યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ એમપીના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે મહેશભાઈ છગનભાઈ માકાસણાની વાડીએ રહેતા મૂળ એમપીના અલીરાજપુરના દરાસ્ત દરસવાર ખારી ફળીયાના રહેવાસી શંકરભાઈ પીરૂભાઈ વાસકલ જાતે આદીવાસી (ઉમર ૨૨) એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તા.૭-૧ ના વહેલી સવારે સાતેક વાગ્યે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જોકે, ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે શંકરભાઇને મૃત જાહેર કર્યો હતો. બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બન્યો હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી છે.તપાસ અધીકારી દેવાયતભાઇ બાળાએ બનાવના કારણ અંગે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી શીતલબેન ચિરાગભાઈ સતાપરા નામની ૨૮ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને હળવદ રોડ ઉપર આવેલા ઉંચી-નીચી માંડલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇકના પાછળના ભાગેથી નીચે પડી જવાથી શીતલબેન સતાપરને ઇજાઓ થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટના પેડક રોડ ઉપર આવેલ લાખેશ્વર સોસાયટીમાં શિવ નિવાસમાં રહેતા ઇન્દ્રજીત મનીષભાઈ હેરમાં નામના એકવીસ વર્ષીય યુવાનને રાજકોટમાં કામે જતા સમયે મહિલા પોલીસ સ્ટેશન નજીક કાલાવડ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઈજાઓ થતા તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો..!

યુવાન સારવારમાં

હળવદના જુના દેવળીયા ગામે આવેલ ભોજરાજ ભંગારના ડેલામાં કામ દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગતા પ્રકાશભાઈ શંકરભાઈ ગુર્જર નામના ૨૦ વર્ષીય યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કેનાલ રોડ બોરીયાપાટી વિસ્તારમાં રહેતા મનીષ ભગવાનજીભાઈ ડાભી નામના ૨૦ વર્ષીય યુવાનને કેનાલ રોડ ઉપર આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News