વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીના ૧૦ મી સુધી રિમાન્ડ મંજૂર
મોરબી જલારામ મંદિરે રાહતદરે ચીકીનું વિતરણ
SHARE









મોરબી જલારામ મંદિરે રાહતદરે ચીકીનું વિતરણ
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી તા.૧૨-૧૩ દરમિયાન સર્વજ્ઞાતિય માટે રાહતદરે ચીકી વિતરણનું આયોજન કરવામા આવેલ છે.જે અંતર્ગત સિંગપાક, તલ-સિંગ પાક, દાળીયા પાક, મનમોજી, કાબરી સહીતની આઈટમ પ્રતિકીલો રૂ.૧૨૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે તેમજ તલપાક, નવરંગ સહીતની આઈટમ પ્રતિકીલો રૂ.૧૪૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે.ચીકી ૫૦૦ ગ્રામ તેમજ ૧ કીલોના પેકીંગમા ઉપલબ્ધ રહેશે. ચીકી મેળવવા માટે આજથી એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયેલ હોય, બુકીંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે હસુભાઈ પંડિતનો સંપર્ક કરવો.ચીકી બુકીંગ તા.૧૦ સુધી જ નોંધવામાં આવશે અને નામ નોંધાવેલને જ ચીકી આપવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવેલ છે
