મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ ફાયર બ્રિગેડ માટે કર્યા સૂચનો
SHARE









મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ ફાયર બ્રિગેડ માટે કર્યા સૂચનો
મોરબી જીલ્લામાં ફાયર બ્રિગેડ વ્યવસ્થા માટેના કલેક્ટર દ્વારા સૂચનો મગાવેલ હતા જેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેક્ટરને ફાયર બ્રિગેડ વ્યવસ્થા માટે જે સૂચનો કરવામાં આવેલ છે તેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ફાયર સ્ટેશનો કરવા, શહેરમાં જે ઉચામાં ઉચું બિલ્ડીંગ હોય તેને પહોચી વળે તેવા સાધનો વસાવવા, નવા થતા બાંધકામમાં ફાયર પ્રોટેક્શનના સાધનો ફરજીયાત કરવા, નવી મંજુરી આપતા પહેલા જેટલા સાધનો સરકાર કે નગર પાલિકા પાસે હોય તેની કેપેસિટીને ધ્યાને રાખીને મંજુરીઓ આપવી, ગેરકાયદે થતા બાંધકામો અટકાવવા, સ્કૂલોમાં ખાસ કરીને ફાયર સેફટી માટેના સાધનો ફરજીયાત કરવા, જાહેર બિલ્ડીંગોમાં પણ ફાયર સેફટી માટેના સાધનો મુકાવવા, ટ્રેઈન્ડન સ્ટાફની ફાયર બ્રિગેડમાં ભરતી કરવી, સમયાન્તરે ટીમ દ્વારા ફાયર સેફટીની સાધનોની ચકાસણી કરવી અને નવી નવી ટેકનોલોજી સાથે સાધનો અપડેટ કરવા જોઈએ
