માળીયાના મોટીબરાર ગામની શાળાના શિક્ષકે દીકરાના જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી
મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો
SHARE









મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકાર્યો
મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા પાંચ લાખના ડબલ રકમ રૂપીયા ૧૦ લાખનો દંડ કરવામાં આવેલ છે તેમજ ફરીયાદીને રૂપીયા પાંચ લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી ૯ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવાકોર્ટે હુકમ કરેલ છે
મોરબી તાલુકાનાં આંદરણા ગામે રહેતા ફરીયાદી રાજેશભાઈ ટપુભાઈ મારવાણીયાને આરોપી હિતેન્દ્ર લાલજીભાઇ ડઢાણીયા રહે. રવાપર રોડ, મોરબીવાળાએ પાંચ લાખ રૂપીયા હાથુછીના લીધેલા હતા જે રકમ વસૂલ આપવા આરોપીએ રૂપીયા પાંચ લાખનો ચેક આપેલો હતો જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ કરી હતી અને મોરબીના ચીજ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન. વોરાની કોર્ટમાં વર્ષ ૨૦૧૯ માં દાખલ કરવામાં આવેલ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાએ કરેલી ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપી હિતેન્દ્ર લાલજીભાઇ ડઢાણીયાને એક વર્ષ સાદી કેદની સજા અને ચેકની રકમની ડબલ રકમ એટલે કે ૧૦ લાખ રૂપીયાનો દંડ કર્યો હતો અને તે દંડમાંથી ફરીયાદીને રૂપીયા પાંચ લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી ૯ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવવા તથા આરોપી સામે પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્યૂ કરવાનો હુકમ કર્યો હતો તથા જામીનદારની સામે રીકવરી વોરંટ ઇશ્યૂ કરવું અને રેવન્યુ ખાતામાં જામીનની રકમનો બોજો નાખવા યાદી કરવાનો હુકમ કર્યો હતો આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, બી.કે.ભટ્ટ તથા જે.આર.જાડેજા રોકાયેલા હતા
