મોરબીમાં આજે પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કોરોનાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
SHARE









હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક સમલી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યાં પુરુષનું કોહવાઈ ગયેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી કંકાલને બહાર કાઢીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવે છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મથક ગામે રહેતા અસરફભાઈ હમીરભાઈ વડગામા જાતે મુસ્લિમે હળવદ પોલીસને જાણ કરી હતી કે હળવદ નજીકના ચરાડવા ગામ પાસે સમલી રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં અજાણ્યા પુરૂષની લાશ પડી છે જેથી કરીને હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર જઈને તપાસ કરતાં મૃતક વ્યક્તિના શરીર ઉપર ચામડી ન હતી અને માત્ર કંકાલ મળી આવ્યું હતું જેથી કરીને આ મૃતક વ્યક્તિના કંકાલને કેનાલમાથી કાઢી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની હાલમાં હળવદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે
