હળવદના સમલી રોડે કેનાલમાંથી મળેલ માનવ કંકાલને ફોરેન્સિકમાં મોકલાયું: મૃતકની ઓળખ મેળવવા તજવીજ
વાંકાનેરના નવાપરામાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
SHARE









વાંકાનેરના નવાપરામાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
વાંકાનેર શહેરના નવાપરામાં દેવીપુજક વિસ્તારની અંદર રહેતા યુવાનને માથામાં ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના નવાપરામાં દેવીપુજક વિસ્તારની અંદર રહેતા રાયધનભાઈ રુખડભાઈ ચારોલીયા (ઉંમર ૪૦) ને માથામાં ઈજા થઈ હોવાથી મૃત હાલતમાં તેને ૧૦૮ મારફતે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે મૃત્યુમાં બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે
કારમાં નુકશાન
હળવદ નજીક આવેલ વીસામો હોટલ પાસે ટ્રકચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને બે કારની પાછળના ભાગમાં તેનો ટ્રક અથડાવ્યો હતો હતો જેથી બન્ને કારમાં નુકસાની થઈ હતી અને હાલમાં જીગ્નેશભાઈ ત્રિભોવનભાઇ પીપરીયા જાતે પટેલ રહે, સહજાનંદનગર રાજકોટ વાળાએ તરજ નંબર જીજે ૧૨ બીએક્સ ૬૧૧૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેની અલ્ટો કાર અને અન્ય ઝેસ્ટ કારની પાછળના ભાગે ટ્રકને અથડાવ્યો હતો જેથી બંને કારના બમ્પર તૂટી ગયા હતા અને કારમાં નુકસાની થઈ હતી જેથી કરીને હાલમાં ટ્રકના ચાલક સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
