મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન
Breaking news
Morbi Today

મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ


SHARE





મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ

 

મોરબીના હળવદ તાલુકામાં આવેલ પ્રતાપગઢ ગામે રહેતા મગનભાઇ અરજણભાઇ ફુલતરીયા નામના 77 વર્ષના વૃધ્ધે તેઓના ઘરે એસીડ પી લીધું હતું જેથી તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન મગનભાઇ ફુલતરીયાનું અવસાન થયું હતું. હાલ મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા શન્ની જયંતિભાઇ મકવાણાને ઘરે તેના ભાઇ તુષારભાઇ સાથે ઝગડા બાદ મારામારીમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવેલ હતો.

વાહન અકસ્માત
મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક રહેતો વ્યાનસિંહ પડ્ડીયાભાઇ પસાયા (48) નામનો યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે બેલા પાસેના મનીષ કાંટા નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા 108 વડે સિવિલે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે બેલા ગામે આવેલા સત્યમ કાંટા પાસે રહેતા મુરાબીભાઇ સચિતાભાઇ મવર (40)ને બેલા પાસેની ગ્રેસલી કંપની નજીક મારામારીમાં ઇજા થતાં સારવારમાં લઇ જવાયો હતો.મોરબીના લખધીરપુર રોડ ઓપ્શન સિરામીક નજીક બાઇક લઇને જઇ રહેલા જયદિપ કમલેશભાઇ રાઠોડ (ઉ.વ. 17, રહે. કાલીકાનગર)નું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા ઇજા થતાં હોસ્પીટલે સારવારમાં લઇ જવાયો હતો.

પીપળી મારામારીમાં
જેતપુર રોડે આવેલ માનસધામ સોસાયટી શેરી નં.2માં રહેતા જયદિપ જગદીશભાઇ બોસીયા (20)ને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સિવિલે સારવારમાં ખસેડાયો હતો. જ્યારે નવલખી ખાતે રહેતા હાજી અકબર નગામણા (20) નામના યુવાનને દરીયાકાંઠે સાપ કરડી જતાં સારવાર માટે મોરબી લવાયો હતો. નવાગામ-મેઘપર વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં રમેશભાઇ ગોરધનભાઇ ઉધરેજીયા (ઉ.વ. 40, રહે. કમળાપુર, તા. ચોટીલા)ને ઇજા થતાં સારવાર માટે મોરબી લવાયા હતા.

બાઇક સ્લીપ 
વાંકાનેર ખાતે રહેતો કિશન વાલાભાઇ ધોળકીયા નામના વીસ વર્ષના યુવાનનું બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી ખસેડાયો હતો. તેમજ ટંકારાના ઓટાળા ગામે આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલ વિશાલ ચંદુભાઇ લોદરીયા (25)ને તેમજ હળવદ-માળીયા હાઇવે ઉપર સાપ કરડી જતાં રાધાબેન દિલીપભાઇ દેવીપૂજક (30, રહે. વડતાલ)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

બાળકી સારવારમાં
માળીયા મીં.ના સરવડ ગામે શ્રીદેવ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં કોઇ ઝેરી જનાવર કરડી જતા લક્ષ્મી રાજુભાઇ ગુર્જર (ઉ.વ. 11, મુળ રહે. મંગલપુર, ભીલવાડા, રાજસ્થાન)ને અને માળીયા મીં. ખાતે કોઇ દવા પી જતા જમીલાબેન રમઝાનભાઇ કટીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

રાજકોટ હાઇવે ધ્રુવનગર પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલા પ્રતાપભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ. 39, રહે. શનાળા મોરબી), પરીબેન રામજીભાઇ જેઠા (14), કાંતીભાઇ ભાયાભાઇ જેઠા (35), જયશ્રી રાજેશભાઇ જેઠા અને હેત્વીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News